આંત્રપ્રીનીયોરશીપ ડેવલોપમેન્ટ – ભ્રાંતિ – ૪

તાલીમથી ઉદ્યોગસાહસિક તૈયાર કરી શકાય ?

આવો સવાલ એક અગ્રગણ્ય કોલમરાઈટરે ઉઠાવ્યો હતો.

મારો જવાબ ‘હા’ હતો…………..પણ કેટલીક શરતો સાથે.

નાના બાળકોને શિક્ષણ દ્વારા તૈયાર કરી શકાય ?

વિદ્યાર્થીઓ શિક્ષણ દ્વારા તૈયાર થાય છે?

પ્રૌઢ શિક્ષણના વર્ગો ચાલે છે ?

જો આ બધામાં પરિણામો હકારાત્મક આવતા હોય તો ઉદ્યોગસાહસિક પણ તાલીમ દ્વાર તૈયાર થઈ શકે. સ્કીલ ફોર્મેશન, ઇન્ફોર્મેશન ગેધરીંગ, નોલેજ શેરીંગ, એક્સપીરીયન્સ લર્નીંગ…. જો આ બધી પ્રોસેસીસનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો ‘ઉદ્યોગસાહસિક’ પણ તાલીમ દ્વારા ઉભા કરી શકાય. ઉદ્યોગસાહસિકની તાલીમ ‘એડલ્ટ લર્નીંગ’ છે આથી તાલીમ આપનાર એવું ન કહી શકે કે ‘આમ જ થાય’, જેમ બાળકોને શીખવીયે કે બે વત્તા બે એટલે ચાર થાય. અહીં તો સામેવાળી વ્યક્તિ પોતાના સ્વતંત્ર વિચારો ધરાવે છે, તેની પાસે માહિતી છે, જ્ઞાન છે, અનુભવ છે. આથી તમે કહો તે સ્વીકારશે એવું કહી ન શકાય. તમારે સામેવાળી વ્યક્તિને ‘એસેસ’ કરવો પડે, તે શું જાણે છે, તેના વિચારો શું છે, કેવા છે, એ જાણવું પડે. પછી તેમાં ઉદ્યોગસાહસિક બનવા માટે શું ઊણપ છે તે નક્કી કરવું પડે અને જે ઉણપ હોય તેની પુર્તિ – માહિતી આપીને, જ્ઞાનની આપ-લે કરીને, અનુભવ કરાવીને – કરવી પડે. જો આ થઈ શકે તો ‘ઉદ્યોગસાહસિક’ ચોક્કસપણે તૈયાર થઈ શકે. આ કાર્ય સમય માગી લે તેવું છે આથી ઉદ્યોગસાહસિકતા વિકાસની સંસ્થાઓ જે બીબાઢાળ કાર્યક્રમો ચલાવે છે તે રીતે ન થઈ શકે.

આમ જુઓ તો સરકારની ‘કર્મયોગી’ (સરકારી કર્મચારીઓને આપવામાં આવેલી તાલીમ પણ અસરકારક રહી નથી. મુખ્ય કારણ તાલીમના ઇનપુટસ અને પધ્ધતિ. પરદેશમાં ચાલતા કાર્યક્રમોના બેઠા ટાઈમટેબલ લાવીને તાલીમ આપો તો તાલીમ નિષ્ફળ જ નીવડે. વિદેશોમાં કર્મચારીઓની કામ માટેની ‘નિષ્ઠા’ હોય છે આથી તેઓને તાલીમ ઇનપુટસ માં ‘નિષ્ઠા’ સમાવેશ કરવાની જરુર નથી લાગી. જ્યારે આપણે ત્યાં કાર્ય પ્રતિ ‘નિષ્ઠા’નો અભાવ છે. કર્મચારીઓની તાલીમમાં આપણે ‘કાર્ય પ્રતિ નિષ્ઠા’ અંગેના ઇનપુટ્સ ડીઝાઈન કરવા પડે. જે થયું નહી અને ‘કર્મયોગી’ તાલીમના યોગ્ય પરિણામો મળ્યા નહી.

હાલની ઉદ્યોગસાહસિક વિકાસની તલીમમાં પણ આવું જ છે. ફક્ત ‘ઇન્ફોર્મેશન ગીવીંગ’ સિવાય કોઈ ઇનપુટ રહ્યા નથી. એમાં પણ મોટીવેશનના કાર્યક્રમમાં તો ‘સુંઠના ગાંગડે ગાંધી’ થયેલા લોકો તાલીમ આપે છે. જો કે આ આજની પરિસ્થિતિ નથી પહેલેથી જ આવી પ્રથા ચાલી આવી છે. મોટીવેશનમાં પણ ‘એચીવમેન્ટ મોટીવેશન’ સિવાયના કોઈ ઇનપુટ નથી. ઉદ્યોગસાહસિક બનવા માટે જરુરી ‘રીસ્ક ટેકીંગ એબીલીટી’ માં વધારો કરવો કે ‘પાવર મોટીવેશન’ અંગે કોઈ અલગ ઇનપુટ અપાતા નથી. પરદેશમાંથી આયાત કરેલા ટાઈમટેબલ આનો ઉલ્લેખ થતો નથી, કારણ કે એ લોકોને તેની જરુર નથી. પરદેશીઓ સલામતીની ચિંતા કર્યા ગમે ત્યાં નીકળી પડે છે અને તેમને ત્યાં ‘આઈ’ – ‘I’ (પાવર મોટીવેશન) હંમેશા કેપીટલ રહેલો છે.

તાલીમ દ્વારા ‘ઉદ્યોગ સાહસિક’ બની શકે……… પણ યોગ્ય તાલીમ આપવી જોઈએ.

Advertisements

[સત્યઘટના]’રૂપિયાનીકદર’

ઉદ્યોગપતિના બાળકોને તાલીમ આપતી ઉદ્યોગસાહસિકતા વિકાસની સંસ્થાઓને સમર્પિત – (શું શીખવવું ? તે આ સંસ્થાઓએ સમજવાની જરુર છે.)

પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વિવિધ વાતો

[સત્યઘટના]’રૂપિયાનીકદર’

પ્રિય મિત્રો,

 લેખ સૌજન્ય

કૃષ્ણકાંત

કૃષ્ણકાંત ઉનડકટ,

મેગેઝિન એડિટર,

દિવ્ય ભાસ્કર, અમદાવાદ.

આ સત્ય-વાત, વાર્તા નાયક, શ્રેયાંશના પિતાશ્રી

Govind Dholakiya

શ્રી ગોવિંદભાઈ ધોળકીયા.

[સત્યઘટના]’રૂપિયાનીકદર’

‘આ છોકરો કાં તો ચોર છે કાં તો ઘરેથી ભાગીને આવ્યો છે.’ હૈદરાબાદની મેઈન  બજારમાં બૂટ-ચંપલનો આલિશાન શૉ-રૂમ ચલાવતા અબ્દુલચાચા સામે ઊભેલા છોકરાનું  બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યા હતા. વિચારે ચડેલા અબ્દુલચાચા કંઈ કહે એ પહેલાં  છોકરાએ પાછો એ જ સવાલ કર્યો : ‘ચાચા, કંઈ નોકરી છે ? તમે કહો એ કામ કરવા તૈયાર  છું.’

‘તારું નામ શું ? રહે છે ક્યાં ?’ અબ્દુલચાચાએ એકસાથે બે સવાલ કર્યા

.‘મારું  નામ  શ્રેયાંશ. ગુજરાતી સમાજ નજીક આવેલા એક મકાનમાં રહું છું.’ અબ્દુલચાચા કંઈ વધુ
પૂછે એ પહેલાં જ શ્રેયાંશે પોતાના વિશે કહેવાનું ચાલુ રાખ્યું : ‘હું ગુજરાતી  છું. સુરતથી પંદર કિલોમીટર દૂર આવેલા વડોદ ગામે રહું છું. મારા પિતા ખેતી કરે  છે. બારમા ધોરણની પરીક્ષા આપી છે. ઘરના લોકોની ઈચ્છા મને ભણાવવાની છે. મારે  ભણવું નથી…

View original post 3,310 more words

ઇન ધ વર્લ્ડ ઓફ ઇનોવેશન – મેરે દેશ કહાં હૈ તૂ …

Imperfect Expression

જયારે જયારે મેં દેશની આર્થિક સ્વાધીનતા વિષે વાત કરી છે ત્યારે ત્યારે ચૂક્યા વગર બૌદ્ધિક સ્વાવલંબનની પણ વાત અચૂક કરી છે. ચિરસ્થાયી સફળતા માટેનો એ જ એક માત્ર માર્ગ છે. સાચી સમૃદ્ધિ સંતોષપૂર્વક – સુખપૂર્વક ભોગવવી હોય તો જાતે સર્જવી પડે. સમૃદ્ધિનો ભ્રમ ચોક્કસ ખરીદી શકાય છે. પણ એમાં સંતોષ અને સુખ નથી હોતાં.

પણ, ગુલામી જેમના લોહીમાં જ ભળી ગઇ હોય એવા દાસ માનસિકતા વાળા લોકોને આપણે સ્વાધીનતાની વાત પણ કરીએ તોય છળી પડે છે. ઝેન યોગી ગોસોની ભેંસની જેમ એમને બૌદ્ધિક સ્વાધીનતા સાથે આવનારા દાયિત્વનો અનકોન્શ્યસ ભય છે એટલે એના વિષે વિચારી પણ નથી શકતા અને આપણને દુહાઇઓ આપવા માંડે છે કે આજના જમાનામાં એકલા કોઇ ચાલી ન શકે અને વિદેશોની મદદ વિના કોઇ પણ દેશ રહી ન શકે અને ગમે તેવા આધુનિક કે વિકસિત દેશમાં પણ વિદેશથી ટેકનોલોજી લાવવી જ પડે છે વગેરે વગેરે… જાણે આપણને આ બધી દેખીતી વાતોની ખબર જ ન હોય. એમને મન સ્વદેશી…

View original post 4,538 more words

આંત્રપ્રીનીયોરશીપ ડેવલોપમેન્ટ – ભ્રાંતિ – ૩

આંત્રપ્રીનીયોરશીપ ડેવલોપમેન્ટ – ભ્રાંતિ – ૩

નકારાત્મક લખાણ લખવાની ઇચ્છા ઓછી થાય તેથી નિયમિત લખાતું નથી. કોઈ કહેશે કે તો લખો છો શું કામ ? પણ કોઈ પુછે કે મારે ‘ઈડીપી’ ના વર્ગમાં જોડાવું  છે અને જો તે ઓળખીતો હોય તો કુવામાં પડવા જવા દેવાય ? એના કરતા વાસ્તવિકતા જાહેર કરી દઈએ તો કોઈ પુછતા અટકે અને જેને કુવે પડવું જ હોય તો આપણે કંઈ આડા હાથ થોડા દેવાય !

અગાઊ આપણે તાલીમ માટે ‘સંભવિત’ (Potential) ઉદ્યોગ સાહસિકની પસંદગીની વાત કરી. ગુજરાતે પ્રો. મેક્લેલેન્ડને અનુસરી તેમણે વર્ણવેલી ઉદ્યોગ સાહસિકની ‘ક્ષમતા’ઓ (Competencies) પર વધુ ધ્યાન આપ્યું. પણ ઉદ્યોગસહસિક બનવા જરુરી ‘જોખમ ઉઠાવવાની તૈયારી’ અને ‘નવીનતા’ (Innovations) પર ધ્યાન ન આપ્યું – જેની ગુજરાતને જરુર છે. ગુજરાતમાં કેટલી નવી ‘શોધ’ થઈ તે ગણાવી શકાય તેમ છે ? કેટલી નવી શોધો (innovations, discoveries) ગુજરાતમાં થઈ ? જે સંશોધન સંસ્થાઓ છે તેમાં પણ માંહ્યલા ગુણ મહાદેવજી જાણે તેવી પરિસ્થિતી છે.

મારા ખુદ અનુભવની વાત કરી દઊં – ૧૯૭૬માં હું એક દરીયાઈ સેવાળમાંથી ‘અગાર’ (એક કેમીકલ) એક્સ્ટ્રેક્ટ કરતી કમ્પનીમાં yield વધારવા – સેવાળમાંથી વધારે અગાર નીકળી શકે – તે માટે મહેનત કરતો હતો. આ કમ્પનીએ પોજેક્ટ ભાવનગરની લેબોરેટરી પાસેથી રોયલ્ટી આપી ખરીદ્યો હતો. મારા લીટરેચર સર્વે મુજબ આ પ્રોજેક્ટ ૧૯૪૦ માં જાપાનમાં પ્રાયમરી રીતે અગાર એકસ્ટ્રેક્ટ કરવાના થયેલા પ્રયોગનો બેઠો ઉતારો હતો. મારા લીટરેચર સર્વે બાદ મેં એ લેબોરેટરીના વૈજ્ઞાનીકોની મુલાકાત લીધી, તેમણે કહી દીધું – અમે આગળ કોઈ સંશોધન કામ કર્યું નથી, તમે ઘણો સર્વે કર્યો છે તો તમે કામ આગળ વધારો. હવે આ સંશોધન કરવા પૈસા કોણ કાઢે ?

ગુજરાતની કેટલી કમ્પનીઓ R & D  માટે બજેટ ફાળવે છે ?

મારો અનુભવ ભલે ખુબ જુનો છે પણ મારો ભાણેજ અત્યારે એક લેબોરેટરીમાં સીનીયર સાંયટીસ્ટ છે. એ બિચારો ‘સંનીષ્ટ’ છે આથી લેબોરેટરીના બળાપા મારી પાસે કાઢે છે…. અને હું મને ખરેખર દીલથી નહી ગમતી સલાહ – દેશ છોડવાની – આપું છું.

ગુજરાતીઓ મુળભુત ‘વાણીયાવૃત્તિ’ ધરાવતી પ્રજા છે. આ વૃત્તિમાં જોખમ લેવામાં ‘ખુબ ગણત્રી’ઓ થાય છે. કેટલીક caste – જેમકે પટેલ જ્ઞાતિ – જોખમ લેવાની વૃતિ ધરાવે છે પણ તેમાં calculated risk taking નથી. રાજકોટનો ડીઝલ એન્જીનનો ધંધો આંતરરાષ્ટ્રીય હતો પણ ગાડરીયા પ્રવાહની જેમ ઘણા કારખાનાઓ ફુટી નીકળ્યા અને હરીફાઈમાં ધંધામાં ઓટ આવી. આવું જ સુરતના હીરા ઉદ્યોગમાં થયું. શેરીએ શેરીએ હીરાની ઘંટીઓ ફુટી નીકળી અને બંધ થઈ ગઈ. આ બંધ થયેલા એકમોના માલીકો એમ્બ્રોયડરીમાં પડ્યા, ચાયનાના મશીન મેન્યુફેક્ચરર્સ કમાયા પણ સુરત કારખાનેદારો મુસીબતમાં આવ્યા.

આ બધામાં જોઈએ તો risk taking ખુબ છે પણ calculated risk taking નો અભાવ અને ખાસ કરીને Innovation નો અભાવ જોવા મળે છે. નવું એકમ શરુ કરતી વખતે નવા પ્રકારની હીરા ઘસવાની ઘંટી કે એમ્બ્રોયડરીમાં ફ્લૅટબેડ મશીનના બદલે નવા પ્રકારના મશીનો લાવ્યા હોત તો પરિસ્થિતી કંઈક અલગ હોત. જેમણે એવું વિચાર્યું તેઓ તરી ગયા. હીરાના મોટા કારખાનાઓ ઉભા થઈ ગયા અને બે-પાંચ ઘંટી ચલાવનારા ઉદ્યોગ સાહસિકો-માલીકો નોકરીયાત થઈ ગયા.

આમ જોઈએ તો ગુજરાતમાં ‘Calculated Risk Taking’ અને ‘Innovativeness’ નો વિકાસ કરવાની જરુર છે.

આંત્રપ્રીનીયોરશીપ ડેવલોપમેન્ટ – ભ્રાંતિ – ૨

આંત્રપ્રીનીયોરશીપ ડેવલોપમેન્ટ – ભ્રાંતિ – ૨

ઉદ્યોગ સાહસિકતા વિકાસના મુળીયાની તો વાત કરી હવે આગળ –
ઉદ્યોગ સાહસિકતા વિકાસની સંસ્થા શરુ થઈ.
હવે ‘ઉદ્યોગ સાહસિક’ તૈયાર કરવા શું જોઈએ ?
ઉદ્યોગ સાહસિક શોધવો પડે…………
કોઈ એવી ‘વ્યક્તિ’ – જેને દેશી ભાષામાં કહીએ તો ક્યાંકથી વધુ પૈસા મળે એવી ફિરાકમાં હોય.
કોઈ એવી ‘વ્યક્તિ’ – જે કોલેજમાંથી તાજો ભણેલો હોય અને નોકરી શોધતો હોય.
કોઈ એવી ‘વ્યક્તિ’ – જેના ઘરમાં ‘ઉદ્યોગધંધા’નું વાતાવરણ હોય અને બાપા છોકરાને ઠેકાણે પાડવા માગતા હોય (એક સંસ્થાએ તો આવા છોકરાઓ માટેના વિશિષ્ટ કાર્યક્રમો પણ શરુ કરી દીધા, આવી વ્યક્તિઓને ખરેખર તો ફક્ત ઉદ્યોગધંધાની માહીતિની જ જરુર હોય, બાકી બધું ગળથુથીમાં મળેલું જ હોય)
કોઈ એવી ‘વ્યક્તિ’ – જેને આવા કાર્યક્રમોમાં જોડાઈને ‘સરકારી લાભો’ સહેલાઈથી મેળવવા હોય.
કોઈ એવી ‘વ્યક્તિ’ – જેને ખરેખર કંઈક નવું કરી સ્વબળે નવું સાહસ કરવું હોય (આવા બે-પાંચ ટકા જ મળે, પણ ઉદ્યોગ સાહસિકતા વિકાસની સંસ્થાઓ તો બધાને જ આ વર્ગમાં જ ગણી સરકારી ગ્રાંટ મેળવતી રહે)

હવે આવી વ્યક્તિને શોધવા માટે વિવિધ રસ્તાઓ – જાહેરખબર, મિટીંગ, જ્ઞાતિમંડળોના સંપર્ક વગેરે નુસખાઓ અપનાવવામાં આવે. પછી સીલેક્શન માટે લેખીત પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુ વગેરે ગોઠવાય.(ઘણીવાર તો વર્ગ માટે સંખ્યા એટલી ઓછી હોય કે આ બધી ઔપચારિકતાઓ જ હોય). પણ મોટામાં મોટું આશ્ચર્ય એ છે કે આ પરીક્ષાઓ કે ઇન્ટરવ્યુમાં વ્યક્તિની Risk Taking ability કે Innovation orientation અંગે કોઈ તપાસ થાય જ નહીં.
(આંત્રપ્રીનીયોરની વ્યાખ્યાઓ સાહિત્યમાં બદલાતી રહી છે પણ શરુઆતના સમયમાં તો આ કટ-પેસ્ટ પ્રમાણે હતું – Theorists Frank Knight and Peter Drucker defined entrepreneurship in terms of risk-taking. …… . It was Schumpeter however, who really launched the field of entrepreneurship by associating it clearly with innovation. …… He has the initiative, skill for innovation and who looks for high achievements.)
ઉદ્યોગ સાહસિકતા વિકાસની સંસ્થાઓએ ‘Need for Achievement’ ને વધારે પડતું મહત્વ આપી એ દિશામાં વધારે કેન્દ્રીકરણ કર્યું. કેટલાક નિષ્ણાતો કદાચ કહી શકે ‘અમે તો પસંદગી વખતે રીસ્ક ટેકીંગની ચકાસણી કરતા’ પણ હું માનું છું કે આ કાર્ય સંસ્થાકીય રીતે થવું જોઈએ. હું એ પણ માનું છું કે ‘Risk taking ability’ વગર ‘Need for achievement’ વ્યર્થ છે
જોખમ ઉઠાવવાનો ગુણ વ્યક્તિના ‘સામાજીકરણ’ દરમ્યાન – નાનપણથી મોટા થતાં સુધીના આસપાસના વાતાવરણ પરથી ઘડાય છે. એનો વિકાસ કરવા માટે વિશિષ્ટ પધ્ધતિઓ અને સમય ફાળવવો પડે, જે ઉદ્યોગસાહસિકતા વિકાસના તાલીમ સમયગાળા દરમ્યાન શક્ય નથી. આમ ઉદ્યોગસાહસિકતા વિકાસ કાર્યક્રમ માટે વ્યક્તિ પસંદગીમાં જ એનો સમાવેશ થવો જોઈએ. (આવી ચીસ મેં પાડી હતી, પણ – ‘તમે નવા આવેલા અમને શીખવશો ?’ ના જવાબમાં સુકાય ગઈ).
હવે પછી કંઈક કાર્યક્રમ અંગે ……..

આંત્રપ્રીનીયોરશીપ ડેવલોપમેન્ટ – ભ્રાંતિ – ૧

આંત્રપ્રીનીયોરશીપ ડેવલોપમેન્ટ – ભ્રાંતિ – ૧
‘આંત્રપ્રીનીયોરશીપ’ ના નામે ઘણા વહાણ તરી ગયા, ઘણાનો ઉધ્ધાર થઈ ગયો અને હજી ઘણા વહાણો તરી રહ્યા છે. (મારી જીંદગી પણ આવા જ એક વહાણમાં પસાર થઈ. વારે વારે માંહ્યલો ‘ખોટું થાય છે’ તેવું પુકારે, ચીસો પણ પાડી પણ મોટાઓના પડઘમમાં ચીસો દબાઈ ગઈ અને જીંદગી પુરી થઈ ગઈ)
૧૯૭૩ની આસપાસ એક ખેલ શરુ થયો. સરકારે ગુજરાતના ઔદ્યોગીક વિકાસ માટે જુદા જુદા કોર્પોરેશનો સ્થાપ્યા, પણ હવે આ કોર્પોરેશનોની કામગીરી શરુ કરવા ‘ગ્રાહકો’ ક્યાંથી લાવવા ? આમ પણ સરકારની હરકોઈ સ્કીમ પર લોકો સવાલ ઉઠાવે છે જ, તો ઉદ્યોગ માટેની સરકારની સ્કીમોમાં પણ લોકોને શંકા ઉઠે એ સ્વભાવિક છે. આમ કોર્પોરેશનોના ‘ફીડ’ના પ્રશ્નોના હલ માટે એક નવી પ્રવૃતિ શરુ થઈ. આ પ્રવૃતિનો વિચાર પણ જેમને ‘વિદેશો’માં થતા આર્થિક વ્યવહારોની જાણકારી હતી એવી વ્યક્તિને આવ્યો. (જેમનું પોતાનું બેકગ્રાઊન્ડ આર્થિક ક્ષેત્રનું હતું). પ્રવૃતિને સુંદર નવું નામ અપાયું – ઉદ્યોગ સાહસિકતા વિકાસ – Entrepreneurship Development
હવે ડીક્શનરીઓમાં આપેલા શબ્દાર્થ મુજબ – Entrepreneur એટલે સાહસિક અને Entrepreneurship એટલે સાહસિકતા
(Entrepreneur ના ભાવાર્થ તો,… જેટલા માથા એટલા અર્થ જેવું છે….. ભવિષ્યમાં ક્યારેક…)
અહીં તો આ પ્રવૃતિને ઉદ્યોગ સાથે સાંકળવાની હતી તેથી તેનો અર્થ થયો ‘ઉદ્યોગસાહસિકતા’
ઔદ્યોગિક કોર્પોરેશનોની જીવતા રહેવાની અને સરકારની ઔદ્યોગીક વિકાસની ગરજને કારણે ‘ઉદ્યોગ સાહસિકતા વિકાસ’ નું તુત તરી ગયું
પાંચ-સાત વર્ષોમાં તો આંકડાઓની રમતમાં પાવરધા અધિકારીઓએ સરકારને ઠસાવી દીધું કે ઉદ્યોગસાહસિકતા વિકાસની પ્રવૃતિને એક સ્વતંત્ર સંસ્થા દ્વારા ચલાવવી જોઈએ (આ હું લખી શકું તેમ છું કેમકે આ પ્રવૃતિના મુલ્યાંકન અહેવાલોનો અભ્યાસ મેં કર્યો છે અને એક વખત મુલ્યાંકન સમિતિના કો-ઓર્ડીનેટર તરીકે ભુમિકા પણ ભજવી છે.)
એક નવી સંસ્થાનો જન્મ થઈ ગયો………..
(આ ચર્ચાની શરુઆત કોઈ ટીકા કરવાના ઇરાદાથી નથી કરી, પણ આ પ્રવૃતિ માટે આત્મનિરીક્ષણ કરવું જરુરી લાગે છે એટલે કરી છે અને મિત્રોનો ઉત્સાહ અને રસ હશે તો જ આગળ વધશે.)
(દશ વર્ષ પહેલાં મેં ‘બીઝનેશ ઇન્ક્યુબેટર’ નો વિચાર સંસ્થામાં રજુ કર્યો હતો પણ આગળ કહ્યા મુજબ પડઘમમાં તીતુડીનો અવાજ દબાઈ ગયો. આજે હવે વર્તમાનપત્રોમાં ‘ઇનક્યુબેટર’ શબ્દ વાંચવા મળે છે.)
હવે મિત્રોની ઇચ્છા મુજબ ચર્ચા ચાલશે……..

માર્કેટિંગ ફંડા – હાસ્ય

Planet GUJARAT

1. જો પાર્ટીમાં તમે ખુબજ સુંદર છોકરીને પાર્ટીમાં જુઓ. તમે તેની પાસે જઇને કહો, ”હું બહુ અમીર છું. મારથી લગ્ન કરીશ ?”, તો તે ‘ડાયરેક્ટ માર્કેટિંગ છે.’

2. તમે એક પાર્ટીમાં તમારા મિત્રો સાથે છો અને સુંદર છોકરીને જુઓ છો. તમારો એક મિત્ર તે છોકરી પાસે જઇને તમારી સામે આંગળી ચીંધીને કહે કે, ”તે બહુ પૈસાવાળો છે. તેની સાથે લગ્ન કરી લે.” તો તે ‘એડ્વર્ટાઇઝીંગ છે.’

3. તમે એક સુંદર છોકરીને પાર્ટીમાં જુઓ છો. તમે તેની પાસે જઇને તેનો ફોન નંબર માંગો અને બીજા દિવસે તેને ફોન કરીને કહો, ”હાય, હું પૈસાવાળો છું, મારાથી લગ્ન કરી લે, તો તે ટેલિમાર્કેટિંગ છે.”

4.તમે એક પાર્ટીમાં સુંદર છોકરીને જુઓ છો. તમે તેની પાસે ટાઇ દુરસ્ત કરીને જાઓ છો, તેને ડ્રીન્ક આપો છો, પછી તેના માટે દરવાજો (કારનો) ખોલી તેની બેગ અંદર મુકી તેને રાઇડ ઓફર કરો છો, અને પછી કહો છો, બાય ધ વે હું ખુબ પૈસાવાળો છું. શું મારાથી લગ્ન કરીશ…

View original post 182 more words

સાહસમાં સૌથી પહેલી ભૂલ –

હમણાં સુ્રત હીરા-ઉદ્યોગના એક સન્માનનીય અગ્રણીને મળવાનો પ્રસંગ બન્યો. એમના ઉદ્યોગસાહસિક બનવાના પુરુષાર્થની વાતોમાંથી, ઉદ્યોગધંધામાં ઝંપલાવનાર લગભગ બધી જ વ્યક્તિ એક સામાન્ય ભુલ કરે છે કે જે તેને આ ક્ષેત્રમાંથી બહાર પણ ધકેલી શકે, એવી ભુલ જાણવા મળી. આ ભુલના કેટલાક કિસ્સાઓ જાણેલા હતા અને ખુદ અનુભવ્યા પણ હતા, પણ આ મુલાકાતથી તેના પર મહોર લાગી કે આવી ભુલ લગભગ બધા જ ઉદ્યોગસાહસિકો શરુઆતમાં કરે છે.

એ ભુલ છે…. અન્ય પર ‘સંપુર્ણ વિશ્વાસ’ મુકી દેવાની.

તેમની સફળતાની સ્ટોરીમાંથી –

“કોલેજમાં ભણવા દાખલ થયો પણ કંઈ ભણવાની ઇચ્છા થતી ન હતી. પિતાજીની જેમ ખેતી નથી કરવી પણ કંઈક નવું કરવું છે, એવી તીવ્ર ઇચ્છા ઝંપ વળવા દેતી ન હતી. પિતાજીને કહ્યું ‘મારા ભણાવવાનો ખર્ચ મને રોકડમાં આપી દો, પછી હું તમારી પાસે કશું માગીશ નહી.” (ધીરુભાઈ અંબાણીના જીવન પર આધારિત ફિલ્મ ‘ગુરુ’ યાદ કરો, હીરો પણ મુડી ઉભી કરવા લગ્ન અંગે વિચાર નહીં હોવા છતાં લગ્ન કરી લે છે.)

પિતાજીએ વાળીઝુડીને રુ. ૧૭૦૦૦ આપ્યા. (આ સાઈઠના દાયકાની વાત છે. પ્રમાણમાં ઘણી મોટી રકમ કહેવાય.)

“ગામના રેતીના કોન્ટ્રાક્ટર જોડે સમજુતી કરી – આ રકમમાંથી એક ટ્રક લેવાની અને તેનાથી જે આવક થાય તેમાં મારો ભાગ. કોન્ટ્રાક્ટર એક જુની ટ્રક શોધી લાવ્યો, કામ શરુ થઈ ગયું. મારે કંઈ કરવાનું હતું નહીં, આથી છ મહીના કોલેજ ચાલુ રાખી. કોન્ટ્રાક્ટર પર સો ટકા વિશ્વાસ મુકી દીધો, છ મહીનામાં કોઈ દિવસ હિસાબ પણ પુછ્યો નહી. છ મહીના અંતે કોન્ટ્રાક્ટરે જ સમાચાર આપી દીધા ધંધામાં ખોટ ગઈ છે, ટ્રકના રીપેરીગમાં જ ખર્ચ થઈ ગયો છે, આથી તારા ભાગે કંઈ આવતું નથી. ધંધો બંધ.”

હવે ? ….

પછીની એ સ્ટોરી ફરી ક્યારેક ! પણ આજે તો ‘સંપુર્ણ વિશ્વાસ’ મુકવાની જે ભુલ છે, તેની જ વાત કરીએ, જો કે આ ચીલો ચાતરીને ચાલનાર લોકો, જેઓ શુન્યમાંથી સર્જન કરવા ઇચ્છે છે, જેમના કુટુંબમાંથી ઉદ્યોગ-ધંધા સાથે કોઈ સંકળાયેલ હોતું નથી તેને લાગુ પડે છે. …

મોટાભાગે ઉદ્યોગ-ધંધો કે અન્ય કોઈપણ સાહસની શરુઆત કરનાર વ્યક્તિ અન્ય પર વિશ્વાસ મુકી જ દે છે. એવું પણ કહી શકાય કે ‘મુકવો પડે છે’.

કારણોમાં જોઈએ તો  –

 • ક્યા ઉદ્યોગ-ધંધામાં જવું ? શું કરવું ? ક્યાંથી શરુઆત કરવી ? એની કોઈ જ માહિતી હોતી નથી.
 • ઘરમાંથી કોઈ મદદ કરી શકે તેમ હોતું નથી.
 • નફા-નુકશાનની ગણત્રીની કોઈ જાણ હોતી નથી. કોઈક મુડી રોકીએ તો વળતર મળે એટલી માહિતી હોય છે.
 • પોતાની આજુબાજુમાંથી કોઈ ધંધો કરતો હોય ને પૈસા લાવતો હોય તો ધારી લીધેલું હોય કે આ ધંધામાં બહુ કમાણી છે. (જેમ સુ્રતમાં શરુઆતમાં આડેધડ હીરા ઘસવાના કારખાના ઉભા થઈ ગયા કે એમ્બ્રોયડરીના મશીનો આયાત થઈ ગયા કે રાજકોટમાં ઓઈલ એન્જીન બનવવાના કારખાના ફુટી નીક્ળ્યા હતા તેમ.)
 • કોઈ પૈસાના જોરે માણસો પાસે કામ કરાવી કમાણી કરતો હોય તો ધારી લીધું હોય કે આ ધંધામાં તો બેઠાં બેઠાં પૈસા મળે છે.

અને આવા તો કેટલાય તરંગો મનમાં ચાલતા હોય.

પોતાની પાસે પુરતી અને સાચી માહિતીનો અભાવ છે આથી જે કંઈ કરવું હોય તેમાં ‘અનુભવી’ પર ‘સંપુર્ણ વિશ્વાસ’ મુકવો જ પડે.

બસ અહીં જ મોટામાં મોટી ભુલ થાય છે.

આ ભુલના પરીણામો કોઈવાર એવા પણ આવે કે તેમાંથી બહાર નીકળવું અઘરું થઈ જાય. ચીલો ચાતરવાની સજા બહુ મોટી થઈ જાય. તેની કળ વળતા વાર લાગે અથવા તો જીંદગીનો રાહ જ બદલાય જાય.

ઉપાય શું ?

બહુ સાદો ઉપાય છે. બીજા પર તો વિશ્વાસ મુકી શકાય, મુકવો જોઈએ – બધા ચોર નથી હોતા, પણ જે ઉદ્યોગ-ધંધામાં જવા ઇચ્છો છો તેની માહિતી સૌ પ્રથમ એકઠી કરવી જોઈએ. ઉદ્યોગસાહસિકતા વિકાસની તાલીમમાં સૌ પ્રથમ ‘માર્કેટ સર્વે’ અંગે શીખવાડવામાં આવે છે. આ સર્વેમાં જે તે પ્રોડક્ટ શું છે ? કાચોમાલ શું છે ? પ્રોડક્ટની ગુણવત્તાના ધોરણો શું છે ? કોણ કોણ બનાવે છે ? ગ્રાહકો કોણ છે ? ગ્રાહકો હાલમાં કોની પ્રોડક્ટ પસંદ કરે છે ? આ પસંદગી કારણો ક્યા છે ? માર્કેટ ક્યાં છે ? આ ધંધાના ટ્રેડ-સીક્રેટ ક્યા છે ? જેવી વિગતોથી પોતાની જાતને માહિતગાર કરવી જોઈએ. જેનાથી ફાયદો એ કે તમે જેના પર વિશ્વાસ મુકવાના હો ત્યારે આ માહિતીની સાથે વાત કરશો કે તેના સંદર્ભમાં સવાલ-જવાબ કરશો ત્યારે સામેવાળી વ્યક્તિને ચોક્કસ થશે કે તમે પણ ધંધા વિશે જાણો છો તેથી કંઈ ખોટું કરતા વિચારશે.

બીજું, ખાસ એ કે ‘ફોલોઅપ’ રાખવું. ધંધામાં શું ચાલે છે તે તપાસતા રહેવું જોઈએ. આવી તપાસમાં શરમ રાખવાની જરુર નથી અને તમે આ તપાસ રાખો તો એનો અર્થ એ પણ નથી કે તમે જેની સાથે કામ કરો તેના પર ‘અવિશ્વાસ’ છે. વિશ્વાસ છે જ, પણ તમારી પુછપરછ સામેવાળાને ‘એલર્ટ’ રાખશે. તમારી તપાસના કારણે સામેવાળાની ધંધાની મુશ્કેલીનો પણ ખ્યાલ આવશે અને કોઈ રીતે તમે તેને મદદ પણ કરી કરશો.

યાદ રાખો, ઉદ્યોગ-ધંધો કરવા ફક્ત દિલની આગથી કામ ચાલતું નથી, મુડી પણ જરુરી છે જ, ગમે તેમ વેડફી ન શકાય.

અપને લીએ –

BestBonding - in Relationship

લાગણીઓને ઝણઝણાવી વિદાય લેનાર ને શ્રધ્ધાંજલી  – સ્વ. મન્નાડેને મારા ગમતા ત્રણ ગીતો દ્વારા –

ઓ…. મેરી …ઝોહરાઝબી નો સમય તો પસાર થઈ ગયો પણ –

આપણને ફક્ત આટલું સમજાય તો …..

છતાંય આજે હજુ મુંઝવણ….. મુંઝવણ ….

હવે જઈએ ત્યારે કોઈ ડાઘ વગર જવાય  તો ઘણું……

સ્વ. મન્નડેના ગાયેલા એક ગીત… અપને લીએ જીએ તો ક્યા જીએ …. જેવી જ વર્તમાન પત્રમાં વાંચેલી એક વાત  –

જબ મૈં એક બુંદ આંસુ દૂસરો કે લીએ ટપકાતા હૂં,

ઉદિત હોતા હૈ મેરી આત્મામેં હજારો સૌર-મંડલ,

જબ મૈં એક મુસ્કાન, દુસરો કે લીએ બિખેરતા  હૂં,

હૃદય મેં પ્રસર જાતી હૈ, નિત્ય નૂતન પૂર્ણિમા !

એવી જ અન્ય પંક્તિઓ …

મનુષ્ય ચાહે જિતના બડા પદ પ્રાપ્ત કર લે, યા અસીમ દોલત સંચિત કર લે,

યદિ વહ ભીતરસે ‘મનુષ્ય’ નહી હૈ, તો વહ એકદમ તુચ્છ હૈ !.….. (વિજયદાન દેથાન, રાજસ્થાની સાહિત્યકાર)

 

સ્વ. મન્નાડેને લાગણીસભર વંદન સાથે શ્રધ્ધાંજલી…………

 

View original post

ઉદ્યોગ સાહસિક કેવો હોય ?

‘રમેશભાઈ વકીલ છે’ એવું કહું કે તમે રમેશભાઈને જોયા ન હોય છતાં મનમાં એક છબી બનાવવા માંડો છો…. ઓફીસ ડ્રેસમાં કાળો કોટ ને ટાઈ પહેરતા હશે, હાથમાં ફાઈલ્સ અને ફોલ્ડર્સ લઈને ફરતા હશે,… તેમના માનસનું પણ ચિત્ર બનાવશો – ખોટી ખોટી દલીલો કરવામાં નિષ્ણાત હશે, વારંવાર કાચંડાની જેમ રંગ બદલતા હશે…..

આવું કેમ બન્યું ?

સામાન્ય રીતે આપણે વ્યવસાય આધારીત કે વ્યક્તિગત વિશેષણોથી કોઈપણ વ્યક્તિની માનસિક છબી તૈયાર કરીએ છીએ. આવી જ છબી ઉદ્યોગ સાહસિકની પણ બનાવીએ છીએ. આ છબી જે તે વ્યવસાય કે વિશેષણની લાક્ષણિકતાના આધારે બને છે. ઉદ્યોગ સાહસિકની ટોપીમાં પણા કેટલાક છોગા છે અને તે જાણી લેવા જરુરી છે કારણ કે તમે જોયું જ હશે કે દરેક વ્યક્તિ અમુક ચોક્કસ વ્યવસાય કે ક્ષેત્રમાં જ સફળ થઈ શકે છે. જો અન્ય ક્ષેત્રમાં પ્રયત્ન કરે તો તેમાં સફળ જ થાય એવું બનતું નથી. આમ ઉદ્યોગ સાહસિક બનવા માટે અમુક ચોક્કસ લાક્ષણિકતાઓ હોવી જરુરી છે. તેથી કોઈ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બનવા ઇચ્છતી હોય તો તેણે સૌ પ્રથમ સ્વનિરિક્ષણ કરી ચકાસી લેવું જોઈએ કે મારામાં ઉદ્યોગ સાહસિક બનવા માટેની લાક્ષણિકતાઓ છે ? entrepreneurial traits, competences વગેરે પર ઘણા સંશોધનો થયા છે અને તે માપવા માટેના વિવિધ માનસશાસ્ત્રી્ય ટેસ્ટ પણ વિકસાવાયા છે

આ રહ્યા ઉદ્યોગ સાહસિકને ઓળખવાના છોગાં –

il_fullxfull.35643688

 • આત્મવિશ્વાસ – આત્મવિશ્વાસથી છલોછલ. કોઈ પણા કામ હાથ ધરે તો થઈ જ જશે, એ જ વિચાર હોય મનમાં.
 • વાસ્તવિક – કાયમ જમીન પર પગ ઠેરવીને ચાલે. “Sky is the Limit” ને જાણે પણ ‘શેખચલ્લી નહીં. જોઈ લો કોઈ સફળ ઉદ્યોગ સાહસિકને ! તેણે સપના તો જોયા જ છે અને સપનામાં ગગનવિહાર પણ કર્યો છે, પણ વાસ્તવિક જીવનમાં, એઓ હાલમાં જ્યાં છે ત્યાં પહોંચવામાં ખાસ્સો સમય લીધો છે. સફળતાની સીડી ચડવા માટે એક એક પગથીયું ચડવું પડે છે.
 • સ્પષ્ટ ધ્યેય – Crizal lense ની જેમ બધું સ્પષ્ટ જુએ. એને between the lines પણ વંચાય.
 • ગુલામી નહી – સ્વતંત્ર થવાની ખેવના અને સ્વતંત્રતાની ખુમારી. (ખાનગી વાત – ઉદ્યોગ સાહસિક પોતાના ગ્રાહકોનો ‘ગુલામ’ ખરો પણ ‘સ્વતંત્ર ગુલામ’) સરસ મજાની ટુંકાક્ષરી પણ જાણી લો –

DSMJFY: Doing the same monotonous job for years.

NJOG: No Job only gaming

 • અનિશ્ચિતતામાં જીવી જાણે – ક્યારે શું થશે …. કૌન જાનતા હે ! પણ માથા પર અનિશ્ચિતતાનું દબાણ નહીં.
 • (ગણત્રીપુર્વકનું) જોખમ લેનાર – યાહોમ કરીને પડો ફતેહ છે આગે – પણ ખીસામાં કેટલા કાવડીયા છે તેની ગણત્રી કરીને. ‘Growth’ demands calculated risk taking.
 • લાગણી વગરનો – ધંધામાં ઘર યાદ આવે તો શું ભલીવાર. ઘરવાળાની લાગણી ધરબી રાખીને ધંધામાં કામ લાગતાની લાગણીનો ખ્યાલ કરવો પડે.

નૌકરી.કોમના સંજીવ મીર ચંદાની શું કહે છે – ઉદ્યોગ સા્હસિકતા કેરીયર નથી. તમે જો શુન્યમાંથી મહાકાય કરનાર લોકોની ગાથા પરથી ઉત્સાહિત થયા હો તો એ ન ભુલતા કે પોતાનાં સાહસોમાં નિષ્ફળ ગયેલાઓની સંખ્યા પણ ઓછી નથી…… તમે જ્યારે ઝંપલાવો ત્યારે ખબર પડે કે તેમાં કેટલી તકલીફો છે. ઉદ્યોગસાહસિકતા પૈસાદાર બનવાનો રસ્તો નથી. કંપની ચાલે તો પૈસા ચોક્કસ મળે, પણ એ ‘આડપેદાશ’ છે. સાહસિકતાનો મુળ હેતુ પૈસા નથી.’

એટલે મોટું છોગું –

કંઈક કરી દેખાડવાની ખેવના – Achievement, કંઇક અલગ, ચીલો ચાતરીને….

આ તો ટ્રેઈલર જોયું, શાસ્ત્રીય વાતો હવે પછી….

feather-cap

 

 

 

તમારી પાસે કોઈ છોગું છે ? લાવો વધારાનું ઉમેરી દઈએ ……..